25.3 C
Ahmedabad
Sunday, March 8, 2026

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફની ધમકી બાદ સોનાના ભાવામાં લાગી આગ,એક જ દિવસમાં પ્રતિ 10 ગ્રામમાં રૂપિયા 2,430નો ઉછાળો


સોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ 2,430 રૂપિયા વધીને 88,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો… અહેવાલ અનુસાર, ઝવેરીઓ અને છૂટક વેપારીઓ દ્વારા ભારે ખરીદીને કારણે પણ ભાવમાં વધારો થયો હતો..99.99 ટકા શુદ્ધતા ધરાવતી આ કિંમતી ધાતુ ગયા અઠવાડિયે 86,070 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી.જો કે, સ્થાનિક બજારમાં 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,430 રૂપિયા વધીને 88,100 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો..જયારે ચાંદીના ભાવ એક હજાર રૂપિયાથી વધીને 97,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકાનો નવો ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક સ્તરે હાજર બજારોમાં કિંમતી ધાતુ $2,900 પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી..

ઝવેરી બજારના નિષણાંતો અનુસાર વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાને કારણે સોના-ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓએ જણાવ્યું કે,, રોકાણકારો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સલામત રોકાણને પસંદ કરીને શેર જેવી જોખમી સંપત્તિઓમાંથી નાણાં ખેંચી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -