24.1 C
Ahmedabad
Sunday, March 8, 2026

ભારત-પાકિસ્તાન મેચ પહેલા શોએબ અખ્તર અને હરભજન સિંહ એકબીજા સાથે ઝઘડ્યા,’ગ્રેટેસ્ટ રિવર્લરી’નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો


ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ મેચ પહેલા શોએબ અખ્તર અને હરભજન સિંહે ઉત્સાહ વધારી દીધો છે. બંને એકબીજા સામે લડતા જોવા મળ્યા.. ILT20 2025 ના ફાઇનલ પહેલા બંને એકબીજા સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. બંનેએ ભારત-પાકિસ્તાન મેચનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચાડ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાશે..બે અઠવાડિયા પહેલા ભજ્જી અને અખ્તર મજાકમાં એકબીજાની સામે આવી ગયા હતા..ચાહકોને સૌથી મોટી હરીફાઈ પહેલા ઉત્સાહના સમુદ્રમાં ડૂબકી લગાવવાની તક આપી છે. શોએબ અખ્તરે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારત અને પાકિસ્તાનની મેચમાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. આ જ કારણ છે કે ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટ જગતની સૌથી મોટી હરીફાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર ભારત-પાકિસ્તાન મેચ વિશેની એક દસ્તાવેજી ફિલ્મ ‘ભારત-પાકિસ્તાન: ધ ગ્રેટેસ્ટ રિવૅલરી’ રિલીઝ થઈ છે.આવા સમયે જ ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમવાની છે. આ પહેલા જ અખ્તર અને હરભજને આ વીડિયો બનાવીને ચાહકોની જૂની યાદો તાજી કરી છે. ભજ્જી અને અખ્તર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બંને સતત એકબીજા પર સ્લેજિંગ કરતા હતા અને ચાહકોના ઉત્સાહને ચરમસીમાએ લઈ જતા હતા. પરંતુ હવે વર્તમાન ક્રિકેટમાં, ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે તે પ્રકારની ગરમાગરમ ચર્ચા જોવા મળતી નથી.. જેને ચાહકો ચૂકી રહ્યા છે.ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી મેચ દુબઈ રમશે..પાકિસ્તાને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ તે હારનો બદલો લે તેવી દર્શકો રાહ જોઇ રહ્યા છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -