36.5 C
Ahmedabad
Sunday, March 8, 2026

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ છોડી રહ્યા છે,વિદ્યાર્થીઓને દેશ નિકાલનો ડર 


અમેરિકામાંથી દેશનિકાલના ડરથી ભારતીય વિદ્યાર્થીઓ તેમની પાર્ટ-ટાઇમ જોબ છોડી રહ્યા છે..ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા જઈને ત્યાં અભ્યાસ કરવાનું સ્વપ્ન હતું.. પરંતુ આજકાલ આ સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે. અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નીતિ પર કડક વલણ અપનાવ્યું છે. આ કારણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવીને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આના પરિણામે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ હવે પાર્ટ-ટાઇમ જોબ કરવાનું ટાળી રહ્યા છે..જેઓ પહેલાથી જ પાર્ટ-ટાઇમ જોબ કરી રહ્યા છે તેઓ કાં તો પોતાની જોબ છોડી રહ્યા છે અથવા ડરના માર્યા જીવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વિઝા નકારવાની સંખ્યામાં વધારો થયો છે..જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યસ્થળોમાં ઇમિગ્રન્ટ્સની ચકાસણી અને પૂછપરછમાં વધારો થયો છે. આ જ કારણ છે કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ જે અમેરિકામાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા હતા તેઓ હવે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર છે.

એક વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા F-1 વિદ્યાર્થી વિઝાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટાના વિશ્લેષણ અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીમાં 64,008 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.. જ્યારે વર્ષ 2023 માં સમાન સમયગાળા દરમિયાન 1,03,495 વિઝા જારી કરવામાં આવ્યા હતા.જોકે વર્ષ 2023ની સરખામણીમાં 2024માં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝામાં 38 ટકાનો ઘટાડો થયો હતો. ભારતીય વિદ્યાર્થીઓ પણ અમેરિકામાં ઘટતા રોજગાર બજારથી ચિંતિત છે. અમેરિકન કંપનીઓ હવે સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપે છે.US ઇમિગ્રેશન સિસ્ટમ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ બાજુ પર મૂકી રહી છે. અમેરિકામાં રહેતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.. અને કહ્યું છે કે,,હવે તેમના માટે નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -