ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ, એટલે કે ફિફાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે..ફિફાએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. તાજેતરમાં ચૂંટાયેલા પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન દ્વારા વૈશ્વિક ફૂટબોલ સંસ્થા દ્વારા પ્રસ્તાવિત બંધારણીય સુધારાઓને લાગુ ન કર્યા પછી FIFAનું આ મોટું પગલું આવ્યું છે. આ મોટા નિર્ણય અંગે FIFA દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.. જેમાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે,, આ સસ્પેન્શન ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે તમામ પ્રસ્તાવિત સુધારાઓ લાગુ કરવામાં આવશે.
FIFA અને FC ના નિયમો લાગુ થયા પછી જ સસ્પેન્શન હટાવવામાં આવશે.
પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનના સસ્પેન્શન પછી FIFA દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેઓએ માહિતી આપી હતી કે PFF બંધારણમાં સુધારા અપનાવવામાં નિષ્ફળ ગયા હોવાથી PFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. PFF કોંગ્રેસ FIFA અને AFC દ્વારા રજૂ કરાયેલા PFF બંધારણના નવા સુધારેલા નિયમોને મંજૂરી આપે પછી જ સસ્પેન્શન હટાવવામાં આવશે. જૂન 2019 થી, પાકિસ્તાન ફૂટબોલનું સંચાલન FIFA દ્વારા નિયુક્ત નોર્મલાઇઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે.
2017 પછી ત્રીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યું
આ પહેલી વાર નથી જ્યારે ફિફાએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હોય.વર્ષ 2017 પછી આ ત્રીજી વખત જોવા મળ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનની નોર્મલાઇઝેશન કમિટીના ચેરમેન હારૂન મલિકે સંસદીય પેનલને ચેતવણી આપી હતી કે 15 ફેબ્રુઆરી તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે અને જો પાકિસ્તાન બંધારણીય સુધારા લાગુ નહીં કરે તો તેને સસ્પેન્ડ કરી શકાય છે. અને હવે, તેમના કાર્યકાળના અંત પહેલા જ, FIFA એ આ મોટો નિર્ણય લીધો છે.

