22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાજપે અમારા ધારાસભ્યોને 15 કરોડની ઓફર કરી હતી’, સંજય સિંહનો ચોંકાવનારો ખુલાસો


દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં ભાજપને બહુમતી મળી રહી છે. ચૂંટણી પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ માટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આપના સાંસદ સંજય સિંહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ધારાસભ્યોને પૈસાની ઓફર કરવામાં આવી છે. અમારા સાત ધારાસભ્યોને રૂપિયા 15 કરોડની ઓફર કરવામાં આવી..ભાજપે ગણતરી પહેલા જ હાર સ્વીકારી લીધી છે.

આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે,આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર મળી છે. જેમણે વિધાનસભા ચૂંટણી લડી છે. ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. તેઓ પક્ષ તોડીને ચૂંટણી જીતવા માંગે છે. અમે ધારાસભ્યોને આવા ફોન કોલ્સ રેકોર્ડ કરવા કહ્યું છે. જો કોઈ તેને મળે તો તેનો વીડિયો બનાવો. દિલ્હીમાં ભાજપ મોટા માર્જિનથી હારી રહ્યું છે.

દિલ્હીમાં ચૂંટણીનું તારીખ 5 ફેબ્રુઆરીએ મતદાન સાથે પૂર્ણ થયું હતું વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી, વિવિધ સર્વે એજન્સીઓએ દિલ્હી માટે એક્ઝિટ પોલના ડેટા જાહેર કર્યા. એક્ઝિટ પોલમાં 26 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછા ફરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે બધા એક્ઝિટ પોલમાં ભાજપને સત્તાધારી આમ આદમી પાર્ટી પર આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી

સર્વે એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા 10 માંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી છે. તેમાંથી બેમાં આપને બહુમતી મળી છે. ચૂંટણીમાં 3 નંબરની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને આ વખતે પણ ખાસ ફાયદો થતો હોય તેવું લાગતું નથી. આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને માત્ર શૂન્યથી ત્રણ બેઠકો આપવામાં આવી છે. પરિણામો ૮ ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

દિલ્હી વિધાનસભા માટે 60.44 ટકા મતદાન થયું હતું.જે છેલ્લી ત્રણ ચૂંટણીઓ કરતા ઓછું હતું. એક સર્વે મુજબ, ભાજપ 35-40 બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે.જયારે આપને ને 32 થી 37 બેઠકો મળવાની ધારણા છે..જયારે કોંગ્રેસને શૂન્યથી એક બેઠક મળવાની ધારણા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -