AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા 18 મંદિર કર્મચારીઓને કાઢી મૂકવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. ઓવૈસી કહે છે કે, આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેઓ બિન-હિન્દુ છે.. આ ખૂબ જ ખોટો સંદેશ આપી રહ્યું છે.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે,,વક્ફ બોર્ડ મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર છે.. તેથી કોઈ પણ બિન-મુસ્લિમને તેનો ભાગ બનાવવો ખોટું છે.
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે,,જ્યારે ટીટીડી કર્મચારીઓને ફક્ત એટલા માટે કાઢી મૂકવામાં આવી રહ્યા છે કે તેઓ બિન-હિન્દુ છે, તો એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી કયા આધારે વકફ સુધારા બિલને સમર્થન આપી રહી છે…જેમાં જણાવાયું છે કે રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન-મુસ્લિમ સભ્યો હોઈ શકે છે. ઓવૈસીએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “આ ખૂબ જ ખોટો સંદેશ આપી રહ્યો છે.. ચંદ્રબાબુ નાયડુએ તેમના વલણ પર પુનર્વિચાર કરવો જોઈએ.”
ટીટીડીએ મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરવા અને હિન્દુ ધર્મ સિવાયની ધાર્મિક પ્રથાઓનું પાલન કરવાનો આરોપ મૂકતા 18 કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે. મંદિર મેનેજમેન્ટે જણાવ્યું કે,,આ કર્મચારીઓ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને બિન-હિન્દુ પ્રથાઓનું પાલન કરતા હતા..જેના કારણે તેમને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
ટીટીડીએ કહ્યું છે કે,, આ કર્મચારીઓને હવે સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ નિવૃત્ત થઈ શકે છે. આ કર્મચારીઓને મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

