રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે.. જેના પછી ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ મહિલા રમતોમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ એવા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને લાગુ પડશે જેઓ જન્મ સમયે પુરુષ હતા..પછીથી લિંગ પરિવર્તન કરાવીને સ્ત્રી બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં આ આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે,, સત્તાવાર દસ્તાવેજોમાં લોકોને ફક્ત પુરુષો અને સ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ વચન આપ્યું હતું કે,, તેઓ પુરુષોને મહિલા રમતોથી દૂર રાખશે.. હવે નવીનતમ આદેશ દ્વારા તેઓ તે વચન પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પ બુધવારે જે આદેશ પર હસ્તાક્ષર કરવાના છે તે હેઠળ તેમનું વહીવટીતંત્ર કાયદાના શીર્ષક 11નું અર્થઘટન કરશે. આ કાયદો એથ્લેટિક્સમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને રમતગમત સંકુલમાં જાતીય સતામણી અટકાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. રિપબ્લિકન સાંસદ નેન્સી મેસે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરની પ્રશંસા કરી હતી…અને કહ્યું કે,, આ ઓર્ડર પછી રમતગમતમાં નિષ્પક્ષતા પુનઃસ્થાપિત થશે.

