PM મોદી આજે પ્રયાગજરાની મુલાકાત કરશે,વડાપ્રધાન મોદી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી કરશે માતા ગંગાની પૂજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભમેળામાં સવારે લગભગ 11 વાગ્યે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને માતા ગંગાની પૂજા કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું કે,, ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે.
અગાઉ 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ 5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.. જેનાથી સામાન્ય લોકો માટે કનેક્ટિવિટી, સુવિધાઓ અને સેવાઓમાં સુધારો થયો હતો.
પોષ પૂર્ણિમા 13 જાન્યુઆરી,2025થી શરૂ થયેલો મહાકુંભ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી સુધી ચાલુ રહેશે.

