સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં મહાકુંભનો નાશભાગનો મુદ્દો ઉઠાવ્યો હતો..રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે,, ડબલ એન્જિન સરકારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના આંકડા છુપાવ્યા છે. અખિલેશ યાદવે ભાજપને ઘેરી લીધી હતી..તેઓએ કહ્યું કે આંકડા શા માટે દબાવવામાં આવ્યા અને છુપાવવામાં આવ્યા છે.. અખિલેશે કહ્યું કે મહાકુંભની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના સાચા આંકડા આપવા જોઈએ…આંકડા છુપાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
અખિલેશે કહ્યું કે, સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે.. પરંતુ સરકારે મહાકુંભમાં મોતને ભેટેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ.’ મારી માંગ છે કે મહાકુંભની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા મેળવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. મહાકુંભમાં મૃત્યુઆંક, ઘાયલોની સારવાર, દવાઓ, ડોકટરો, ખોરાક, પાણી અને પરિવહનની ઉપલબ્ધતાના આંકડા સંસદમાં રજૂ કરવા જોઈએ. મહાકુંભ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ..જયારે સત્ય છુપાવનારાઓને સજા થવી જોઈએ..અમે ડબલ એન્જિન સરકારને પૂછીએ છીએ કે,, જો કોઈ ખામી ન હતી તો પછી આંકડા શા માટે દબાવવામાં આવ્યા, છુપાવવામાં આવ્યા અને ભૂંસી નાખવામાં આવ્યા હતા..

