28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો મિનિટોમાં જ વેચાઈ ગઈ,1.5 લાખથી વધુ ક્રિકેટરસીકોએ વર્ચ્યુઅલ કતારમાં


ICC ચેમ્પિયન્સ ટ્રોફી તારીખ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે..ત્યારે દરેક વ્યક્તિ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બ્લોકબસ્ટર મેચની રાહ જોઈ રહ્યા છે..ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ માટે ICCએ ટિકિટ વેચવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ થોડા જ સમયમાં ટિકિટો વેચાઈ ગઈ હતી…જયારે 1.5 લાખથી વધુ ક્રિકેટરસીકોએ વર્ચ્યુઅલ કતારમાં રાહ જોઇ હતી..

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ગ્રુપ સ્ટેજ મેચ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કરતાં પણ મોટી છે. આ મેચની ટિકિટ મળવીએ ચાહકો માટે મોટી જીત સમાન છે…ક્રિકેટ પ્રેમીઓએ ટિકિટ ખરીદવા માટે લગભગ દોઢ કલાક સુધી વેબસાઇટ પર પોતાનો વારો આવે તેની રાહ જોઈ હતી..જો કે ત્યાં સુધીમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હતી.. આ હાઇ-વોલ્ટેજ મેચ માટે ટિકિટની માંગ હંમેશની જેમ સૌથી વધુ છે.

દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક સમયે 25 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મોટાભાગની ટિકિટો પહેલાથી જ વેચાઈ ગઈ છે.

ભારત-પાકિસ્તાન મેચની લગભગ તમામ શ્રેણીઓની ટિકિટો વેચાઈ ગઈ છે..જેમાં 2000 દિરહામ પ્લેટિનમ અને 5000 દિરહામ ગ્રાન્ડ લાઉન્જ સેક્શનનો સમાવેશ થાય છે…ટિકિટ માટેનો ધસારો મેચની અપાર લોકપ્રિયતા અને મહત્વને ઉજાગર કરે છે. આ મેચ માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -