28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

24 કલાકમાં ભારતના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,લોકો ઘરની બહાર નીકળી ગયા


દેશમાં 24 કલાકમાં બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં… રવિવારે બપોરે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપ આવ્યો હતો.. જ્યારે સોમવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા સવારે 6:50 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા.. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. કુલ્લુની આસપાસના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કુલ્લુમાં જમીનની અંદર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.

કુલ્લુની આસપાસના વિસ્તારોમાં જેમ કે મંડી અને શિમલા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા… લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો..ભૂકંપની દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશ સિસ્મિક ઝોન ચાર અને પાંચમાં આવે છે.જેમાં જિલ્લાના કાંગડા, ચંબા, લાહૌલ, કુલ્લુ અને મંડી ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે. રવિવારે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે રવિવારે બપોરે રાજસ્થાનના બિકાનેર વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતાનો મધ્યમ ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું, જેનું કેન્દ્રબિંદુ 27.76 ઉત્તર અને રેખાંશ 73.72 પૂર્વ હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી.. પરંતુ અચાનક આવેલા આંચકાથી લોકો ગભરાઈ ગયા છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -