37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઉત્તરપ્રદેશનાં સુલતાનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તેમના પુત્ર પર હુમલો


ઉત્તરપ્રદેશનાં સુલતાનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તેમના પુત્ર પર હુમલો થયો છે. આ દરમિયાન હુમલાખોરે નેતાના પુત્ર પર પણ ગોળીબાર કર્યો હતો..પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

શું છે આખો મામલો?

સુલ્તાનપુર જિલ્લાના કાદીપુર વિસ્તારમાં એક સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા અને તેમના પુત્ર પર હુમલો કથિત રીતે એક નાના વિવાદને કારણે હુમલો થયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કાદીપુર કોતવાલી વિસ્તારના કટસરી ગામના રહેવાસી VHP નેતા સત્યેન્દ્ર મિશ્રા (48)નો તેમના પાડોશી દીપક મિશ્રા સાથે પાઇપલાઇનને લઈને વિવાદ થયો હતો..જો કે મામલો એટલો બધો વધી ગયો કે દીપકે VHP નેતાને બંદૂકના બટને માર માર્યો અને જ્યારે નેતાનો પુત્ર ઋત્વિક તેના પિતાને બચાવવા આવ્યો ત્યારે તેણે તેના પર ગોળીબાર કર્યો હતો..આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી…ત્યારબાદ પોલીસ ઋત્વિક અને સત્યેન્દ્રને હોસ્પિટલ લઈ ગઈ હતી…

આ મામલે કાદીપુર પોલીસ સર્કલ ઓફિસરે કહ્યું કે,,ઘાયલ સત્યેન્દ્ર વિશ્વ હિન્દુ પરિષદના કાદીપુર બ્લોકના નેતા છે. આ કેસની તપાસ ચાલી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -