37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પાકિસ્તાનનાં ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકવાદી હુમલો, 4 સૈનિકો સહિત 5 લોકોના મોત


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળના વાહન પર હુમલો કર્યો છે..આ આતંકવાદી હુમલામાં ચાર સૈનિકો સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે…આ ઘટના દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી..

‘કરિજાત લેવી’ નામના અર્ધલશ્કરી દળના જવાનો એક ખાનગી ડ્રાઈવર સાથે જિલ્લાના દરબન તાલુકામાં ચોરાયેલી ટ્રકને રિકવર કરવા જઈ રહ્યા હતા.. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો..આ હુમલામાં ચાર ફોર્સ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું..

આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. શનિવારે, કાયદા અમલીકરણ એજન્સીઓએ બલુચિસ્તાનમાં અલગ અલગ કાર્યવાહીમાં 23 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે,, જે લોકો દેશને નિશાન બનાવે છે અને વિદેશી માસ્ટરોના ઈશારે આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે તેમને મારી નાખવામાં આવશે કારણ કે તેઓ ‘મિત્રોના વેશમાં દુશ્મનો’ છે. બલુચિસ્તાનના કલાત જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 18 સૈનિકો માર્યા ગયા બાદ મુનીરે શનિવારે ક્વેટાની મુલાકાત લીધી હતી. આ સંઘર્ષમાં 23 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -