લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26નું બજેટ રજૂ કર્યું હતું..આ બજેટ માં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપીને ફુગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે,12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે કોઈ ટેક્સ નહીં લાગે.
બજેટ 2025-2026માં શું સસ્તું થશે અને શું મોંઘું થશે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોબાઈલ ફોન, ટીવી અને મોબાઈલ બેટરીના ભાવમાં ઘટાડો થશે. એલસીડી અને એલઈડી ટીવી પણ સસ્તા થશે. ઇલેક્ટ્રિક કારના ભાવ પણ ઘટશે. જ્યારે કેટલીક કેન્સરની દવાઓને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવશે, જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે.
બજેટમાં ચામડા અને ચામડાની બનાવટો પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે તેની કિંમતોમાં ઘટાડો થશે. ત્યાં જ ઇલેક્ટ્રિક વાહનોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જેના કારણે બેટરીના ભાવ સસ્તા થશે. બજેટમાં તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.. જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે. સરકારે કેન્સર સંબંધિત દવાઓ પર કરમુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી કેન્સરની દવાઓના ભાવ ઘટશે.
હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આની સીધી અસર દેશના સામાન્ય લોકો પર પડશે. ઘણા સમયથી માંગ હતી કે આવકવેરા મુક્તિની મર્યાદા વધારવામાં આવે.
12 થી 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જ્યારે 16 થી 20 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ ઉપરાંત 24 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. એટલે કે સરકાર 25 ટકાનો નવો સ્લેબ રજૂ કરશે. નવો ટેક્સ લાગુ થયા બાદ 18 લાખ રૂપિયા સુધીની આવક પર વાર્ષિક 70 હજાર રૂપિયાની બચત થશે. જ્યારે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 80 હજાર રૂપિયાની બચત થશે. ૨૫ લાખ રૂપિયા કમાવવા પર 1,10,000 રૂપિયાની બચત થશે..
બજેટની મોટી જાહેરાત
1.ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત
2. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ સુધી વધારાશે
3. કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
4. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન
5. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.
6. 5 લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.
7. પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું.
8. બિહાર માટે મખાના બોર્ડનું એલાન
9. સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
10. MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા

