
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત પતંગ હોટલ દ્રારા ઉમંગ સે પતંગ થકી સામાજિક જવાબદારી નિભાવી અનોખી શરૂઆત કરી છે..

અમદાવાદની જાણીતી પતંગ હોટેલમાં એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલ્ફેર ફાઉન્ડેશનના બાળકો માટે એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.. ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો..

આ પહેલ અંતર્ગત એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલ્ફેર ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું… આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક NGOની મદદથી અંદાજીત 50 બાળકોને પતંગ હોટેલમાં લાવવામાં આવ્યા હતાં.. આ બાળકોએ ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણ્યો હતો..સાથો-સાથ હોટેલની મુલાકાત લઈને ભોજનનો આસ્વાદ લીધો હતો..

અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં એજ્યુકેશન એન્ડ મેડિકલ વેલ્ફેર ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે..
આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પી. કે. લહેરી,, ડૉ. માણેક પટેલ,, અન્નપૂર્ણા શુક્લા અને ભવાની ટ્રેકટર્સના માલિક મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં..

