વોશિંગ્ટન નજીક રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર બુધવારે લેન્ડિંગ કરતી વખતે એક પેસેન્જર વિમાન આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. અકસ્માત બાદ, નજીકની પોટોમેક નદીમાં એક વિશાળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.. 18 મૃતદેહો મળી આવ્યા હોવાના સમાચાર છે. ઉડ્ડયન કંપની અમેરિકન એરલાઇન્સના કહ્યા મુજબ , વિમાનમાં 60 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સવાર હતા. એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે,, પેસેન્જર વિમાન સાથે અથડાયેલું લશ્કરી હેલિકોપ્ટર તાલીમ માટે ઉડાન ભરી રહ્યું હતું..
ઘટના સ્થળે બચી ગયેલા લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.. એરપોર્ટની ઉત્તરે જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેની બાજુમાં આવેલા એક સ્થળેથી પોટોમેક નદીમાં બચાવ બોટ શરૂ કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને રીગન નેશનલ એરપોર્ટ પર થયેલા ભયાનક અકસ્માત વિશે માહિતી આપવામાં આવી છે.
વિમાન લશ્કરી ‘બ્લેકહોક’ હેલિકોપ્ટર સાથે ટકરાયું
દરમિયાન, યુએસ ગૃહમંત્રીએ કહ્યું કે,,,કોસ્ટ ગાર્ડ અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, આ અકસ્માત રાત્રે 9 વાગ્યે થયો હતો..જ્યારે કેન્સાસના વિચિટાથી ઉડાન ભરી રહેલા એક પ્રાદેશિક વિમાને એરપોર્ટ રનવે પર પહોંચતા લશ્કરી બ્લેકહોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઈ હતી.

