38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રીમ કોર્ટે આપી રાહત, કસ્ટડી પેરોલ મંજૂર, ચૂંટણી પ્રચાર કરી શકશે


સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણોના આરોપી અને ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને રાહત આપીને કસ્ટડી પેરોલને મંજૂરી આપી છે. આ પછી તાહિર હુસૈનને પોલીસ કસ્ટડીમાં પ્રચાર કરવાની પરવાનગી મળી છે. તાહિર હુસૈન દિલ્હીની મુસ્તફાબાદ બેઠક પરથી AIMIM પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તાહિર હુસૈને અગાઉ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે જામીન મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. હવે તેણે પોલીસ કસ્ટડીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે આ શરતો લાદી

બપોરે 2 વાગ્યે પસાર થયેલા પોતાના આદેશમાં, સુપ્રીમ કોર્ટની બેન્ચે તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ મંજૂર કર્યો. સુપ્રીમ કોર્ટે તાહિર હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી કસ્ટડી પેરોલ મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, તેની કસ્ટડીનો જે પણ ખર્ચ થશે તે તાહિર હુસૈને ભોગવવાનો રહેશે. જેમાં દિલ્હી પોલીસ સ્ટાફ, જેલ વાહનો અને એસ્કોર્ટ વાહનોનો ખર્ચ પણ શામેલ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, તાહિર હુસૈનને પ્રચાર માટે દિવસ દરમિયાન જ જેલની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે અને દરરોજ રાત્રે જેલમાં પાછા ફરવું પડશે. તેમણે દરરોજ ૧૨ કલાકના જામીન માટે ૨.૪૭ લાખ રૂપિયા ચૂકવવા પડશે.. જે તેમની સુરક્ષા પરના ખર્ચનો એક ભાગ હશે.

ઉલ્લેખનીય છે કે તાહિર હુસૈન વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. તેમણે અગાઉ પણ ચૂંટણી પ્રચાર માટે જામીન માંગ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે તે અરજી પર અલગ અલગ આદેશો આપ્યા હતા. જે બાદ અરજીને મોટી બેન્ચમાં મોકલવામાં આવી હતી.

કસ્ટડી પેરોલ શું છે?

કસ્ટડી પેરોલ હેઠળ મુક્ત થયેલા વ્યક્તિ જેલની બહાર હોય ત્યારે પણ પોલીસ કસ્ટડીમાં રહે છે. આ જામીન પરિવારના સભ્યનું મૃત્યુ, લગ્ન કે બીમારી વગેરે જેવી કટોકટીની સ્થિતિમાં આપવામાં આવે છે. તે ખૂબ જ ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -