31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કાતિલ ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ,પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી


કાતિલ ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે..ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું, દિલ્હીમાં ચાર દિવસમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે..

ધુમ્મસની ચેતવણી

મંગળવારે સવારે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો..આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું..જ્યારે કેટલાક ભાગોમાં હળવું ધુમ્મસ છવાયું હતું. ગઈકાલે લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. ભારતીય હવામાન વિભાગે તારીખ 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે 28 જાન્યુઆરીથી ચાર દિવસ માટે દિલ્હીમાં ધુમ્મસનું એલર્ટ પણ જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન, લઘુત્તમ તાપમાન 7-11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.

IMD અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે પણ ઠંડીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ૩૦ જાન્યુઆરી સુધી રાત્રે અને સવારે ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત મંગળવારે ઓડિશાના ભુવનેશ્વરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી.આ

દરમિયાન, પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં લોકો ઠંડીમાં ડૂબકી લગાવવા માટે એકઠા થઈ રહ્યા છે. IMD એ આજથી શરૂ થતા ત્રણ દિવસ માટે પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -