દેશમાં ૭૬મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર આમિર ખાને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્મદા સાથે જોડાયેલી પોતાની જૂની યાદો યાદ કરી. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો.. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને દરેકને પ્રેરણા આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે.
આમિર ખાને એમ પણ કહ્યું કે પરિવાર તેમના બાળકો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે બાળપણમાં તેઓ તેમના પિતા સાથે રાજપીપળા ફિલ્મના શૂટિંગ માટે વડોદરા આવતા હતા.
પરેડ નજીક સ્થળ તરફ જતા આમિર ખાન સફેદ પોશાકમાં જોવા મળ્યો હતો..અભિનેતાએ ત્યાં હાજર અન્ય મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું ધ્વજવંદન સમારોહ દરમિયાન, અભિનેતા સલામી આપતા અને આદર દર્શાવતા જોવા મળ્યા હતાં.

