બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમા રંગાઇ ગયું છે.તારીખ 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટને માણવા દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. બે દિવસમાં 2 લાખથી વધુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહે તેવો અંદાજ છે..ઇટાલીના મોડેના ખાતે 2017માં યોજાયેલી ઇટાલિયન ગાયક વાસ્કો રોઝીની કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકો હતા.
કોલ્ડપ્લેના ફીવરનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે અત્યારસુધી અમદાવાદ-મુંબઇ વચ્ચે 6, અમદાવાદ-દિલ્હી વચ્ચે 1 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી,બેંગલુરૂ, પૂણે, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન-વે એરફેર રૂપિયા 20 હજારથી વધુ છે. કોન્સર્ટ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમ તેમજ અમદાવાદની અનેક હોટેલો પણ બે દિવસ માટે હાઉસફૂલ થઇ ગઇ છે. સ્ટેડિયમ પાસે આવેલી સામાન્ય હોટેલોના ભાડા પણ રૂપિયા 10 હજાર જેટલા છે.
અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રૂપિયા 2500, રૂપિયા 3 હજાર, રૂપિયા 3500, 6500 રૂપિયા અને 12,500 રૂપિયાની ટિકિટ છે. શુક્રવારે સાંજે પણ ઓનલાઇન ટિકિટનો સ્લોટ શરૂ કરાયો હતો..જેમાં રૂપિયા 12,500ની ટિકિટ વેચાણમાં મુકાઇ હતી. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારી આ કોન્સર્ટમાં બપોરે 2 વાગ્યા બાદ ચાહકોને એન્ટ્રી આપવાનું શરૂ કરવામાાં આવશેઅમદાવાદના સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું છેલ્લે 19 નવેમ્બર 2023ના વન ડે વર્લ્ડકપની ફાઇનલ વખતે બન્યું હતું.
કોલ્ડપ્લે શું છે?
બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે 1997માં અસ્તિત્ત્વમાં આવેલું. અગાઉ આ બેન્ડ સ્ટારફિશ તરીકે ઓળખાતું..આ બેન્ડમાં પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.કોલ્ડપ્લેના મેમ્બર્સ એન્સિયન્ટ વર્લ્ડ સ્ટડીઝ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સમાં ડિગ્રી ધરાવે છે…કોલ્ડપ્લેને રેકોર્ડ 30 વખત નોમિનેશન મળ્યું છે અને 9 વખત એવોર્ડ હાંસલ કર્યા છે..100 મિલિયન કરતાં વધુ આલ્બમ્સનું વેચાણ થયું છે…પેડલ મારવાથી 200 વોટ વીજળી પેદા થાય તેવી સાયકલ આકર્ષણ જમાવશે..કોલ્ડપ્લેએ એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી છે જેના કારણે 44 કાઇનેટિક ટાઇલ્સનો ઉપયોગ કરીને એનર્જી ફ્લોર બનાવ્યા છે. એક કાઇનેટિક ટાઇલ 2થી 35 વોટની વીજળી પેદા કરે છે.કોલ્ડપ્લે પાસે 15 કાઇનેટિક સાયકલ પણ છે, જેને પેડલ મારવાથી 200 વોટ જેટલી વીજળી પેદા થતી હોય છે.અમદાવાદમાં કોલ્ડપ્લે દરમિયાન 11 મેડિકલ ટીમ, 7 એમ્બ્યુલન્સ, બે મિની હોસ્પિટલ તૈનાત રહેશે..NSG જવાનો સહિત 3,825 પોલીસ જવાનો ખડેપગે ફરજ પર રહેશે.કોલ્ડપ્લે કોન્સર્ટમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે…

