શુક્રવારે સવારે ઉત્તરકાશી અને આસપાસના ઘણા વિસ્તારોમાં બે વાર ભૂકંપના જોરદાપ આંચકા અનુભવાયા હતા…જેથી ગભરાટના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.. લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો…ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તમામ તાલુકાઓમાથી માહિતી એકત્રિત કરી હતી..એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા સૌપ્રથમ સવારે 7:42 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપને કારણે વરુણાવત પર્વતના ભૂસ્ખલન ક્ષેત્રમાંથી કાટમાળ અને ખડકો તૂટી પડ્યા હતા..
કેમ આવે છે ભૂકંપ ?
પૃથ્વીની અંદર 7 પ્લેટો છે.. જે સતત ફરતી રહે છે. જે ઝોનમાં આ પ્લેટો સૌથી વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વાંકા થઈ જાય છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે અને ખલેલ પછી ભૂકંપ આવે છે

