પાકિસ્તાનથી ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના થોડા દિવસો બાદ અભિનેતા રાજપાલ યાદવે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું..
જેમાં તેમણે કહ્યું કે,,તેમણે પોલીસ અને સાયબર ક્રાઈમ સેલને મેઇલ વિશે જાણ કરી છે. એક ઓડિયો સ્ટેટમેન્ટમાં, રાજપાલ યાદવે કહ્યું કે તેઓ આ ઘટના વિશે વાત કરવા માંગતા નથી અને પોલીસ હવે ધમકીભર્યા ઈ-મેલની તપાસ કરી રહી છે.
રાજપાલ યાદવનું નિવેદન
અહેવાલો અનુસાર, તેમણે કહ્યું, ‘મેં સાયબર ક્રાઇમ વિભાગ અને પોલીસ બંનેને જાણ કરી છે અને તે પછી મેં કોઈની સાથે વાત કરી નથી.’ ખરેખર, આ ઘટના વિશે વાત કરવી એ મારો વ્યવસાય નથી..કારણ કે મને તેના વિશે કંઈ ખબર પણ નથી. હું એક અભિનેતા છું..અભિનય દ્વારા હું મારા કામ દ્વારા નાના અને મોટા તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરું છું. હું આનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી. આ બાબતે જે કંઈ કહેવાની જરૂર હોય તે માટે એજન્સીઓ માહિતી પૂરી પાડવા સક્ષમ છે. મારી પાસે જે કંઈ માહિતી હતી તે મેં શેર કરી છે.
પોલીસે ફરિયાદ નોંધાવી
રાજપાલ યાદવની પત્નીની ફરિયાદના આધારે, અંબોલી પોલીસે BNS ની કલમ 351(3) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. રાજપાલ યાદવને ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.હાસ્ય કલાકાર કપિલ શર્મા, અભિનેત્રી-હાસ્ય કલાકાર સુગંધા મિશ્રા અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને પણ પાકિસ્તાનથી ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. મોકલનાર વ્યક્તિએ કહ્યું કે કપિલ તેનું નિશાન હતું કારણ કે તેનો શો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા પ્રાયોજિત હતો.
રાજપાલ યાદવને ધમકીભર્યો ઈમેલ મળ્યો
ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ વિષ્ણુ આપ્યું અને પોતાનું ઈમેલ સરનામું ‘Don99284’ લખ્યું હતું..ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું કે, ‘અમે તમારી તાજેતરની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારું માનવું છે કે સંવેદનશીલ બાબત તમારા ધ્યાન પર લાવવી મહત્વપૂર્ણ છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી કે તમને નારાજ કરવાનો પ્રયાસ નથી. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સંદેશને ગંભીરતાથી લો અને ગુપ્તતા રાખો. પત્ર મોકલનાર વ્યક્તિએ સેલિબ્રિટીઝને 8 કલાકનો અલ્ટીમેટમ પણ આપ્યો હતો.. અને ચેતવણી પણ આપી હતી કે જો તેમની માંગણીઓ નિર્ધારિત સમયમાં પૂર્ણ નહીં થાય તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે..

