37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન રહેશે; શમી પાછો ફર્યો, સિરાજ આઉટ


ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે શનિવારે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલી ટીમમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવા છતાં, તેની હાજરી ફિટનેસ પ્રાપ્ત કરવા પર નિર્ભર રહેશે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની બધી મેચ દુબઈમાં રમશે.

ભારત-પાકિસ્તાનનો એક ગ્રુપમાં સમાવેશ

એ વાત જાણીતી છે કે ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ICC એ હાઇબ્રિડ મોડેલનું ફોર્મ્યુલા અપનાવ્યું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો ભાગ લેશે જેને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં ૧૨ મેચ હશે જે પછી સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને બંને વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી, તે પાકિસ્તાનનો સામનો કરશે અને પછી 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે રમાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -