ઉત્તરપ્રદેશના ઇટાવામાં રસ્તા પર વિખરાયેલી 500 રૂપિયાની નોટો એકત્રિત કરવા માટે લૂંટ ચલાવવામાં આવી હતી..ગુરુવારે બપોરે 2 કલાકે ભરથાણા કોતવાલી શહેરના મોહલ્લા આઝાદ રોડ અર્બન બેંક પાસે રસ્તા પર નોટો એકઠી કરતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી…હકીકતમાં, એક હાઇ સ્પીડ બાઇકરનાં ખિસ્સામાંથી રસ્તા પર પડેલા નોટોના બંડલો પર પવન ફૂંકાતાની સાથે જ 500 રૂપિયાની નોટો વેરવિખેર થઈ ગઈ હતી…જે પાછળથી આવેલા લોકોએ એકત્રિત કર્યા હતા. નોટો એકત્રિત કરતા લોકો પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. પોલીસે હવે પૈસા એકઠા કરનારાઓની શોધ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના કહ્યા મુજબ આઝાદ રોડ પર એક યુવક બાઇક પર જઈ રહ્યો હતો. પછી તેના જેકેટના ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટોનું બંડલ રસ્તા પર પડી ગયું હતું..બાઇક ચલાવતો યુવાન વધુ ઝડપથી આગળ વધી ગ્યો હતો..
બાઇકરનો પીછો કરી રહેલા લોકોએ રસ્તા પર વિખરાયેલી નોટો એકઠી કરવાનું શરૂ કર્યું. આ જોઈને નજીકના દુકાનદારોએ પણ નોટો એકત્રિત કરી. થોડી વારમાં લોકોએ નોટો ભેગી કરી અને ચાલ્યા ગયા હતાં..પરંતુ નોટો એકત્રિત કરતા લોકો દુકાનોની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા હતા.
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે પોલીસ હવે બાઇક સવાર અને નોટો એકત્રિત કરનારા લોકોની શોધ કરી રહી છે.

