દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી પણ જારી કરી હતી. ભૂકંપ રાત્રે ૯.૧૯ વાગ્યે આવ્યો અને તેના થોડા સમય પછી મિયાઝાકી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. પડોશી કોચી પ્રીફેક્ચર માટે પણ ચેતવણી જારી કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુનામીના મોજા એક મીટર સુધી ઉછળી શકે છે. ભૂકંપને કારણે થયેલા જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. જાપાન જ્વાળામુખી ચાપ, રિંગ ઓફ ફાયર અને પેસિફિક બેસિનમાં ફોલ્ટ લાઇન સાથે સ્થિત હોવાથી વારંવાર ભૂકંપનો ભોગ બને છે.

