ચીનમાં એચએમપીવી વાયરસના કારણે ગભરાટ વધવાથી અને કર્ણાટક અને ગુજરાત જેવા ભારતીય રાજ્યોમાં સંક્રમિત કેસોની પુષ્ટિ બાદ સોમવારે ભારતીય શેરબજારમાં ખરીદદારોએ સાવચેતી રાખી હતી. તેના કારણે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લપસી ગયા અને રોકાણકારોને લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.
બીએસઈનો 30 શેરનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,258.12 પોઈન્ટ અથવા 1.59 ટકા ઘટીને 78,000 ની નીચે 77,964.99 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 1,441.49 પોઈન્ટ્સ અથવા 1.81 ટકા ઘટીને 77,781.62 પર રહ્યો હતો. NSE નિફ્ટી 388.70 પોઈન્ટ અથવા 1.62 ટકા ઘટીને 23,616.05 પર આવી ગયો.
ઈન્ડિયા VIX ઈન્ડેક્સ, જે બજારની અસ્થિરતાને માપે છે, તે 2.01 (14.83%) પોઈન્ટ ઉછળીને 15.55 પર પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન, રૂપિયો 3 પૈસા ઘટ્યો હતો અને યુએસ ડૉલર સામે 85.82 (અસ્થાયી) ના વિક્રમી નીચા સ્તરે બંધ થયો હતો.

