31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત કોરિડોરનું કર્યુ ઉદ્ઘાટન, દિલ્હીથી મેરઠ 40 મિનિટમાં મુસાફરી, રેપિડ રેલમાં વડાપ્રધાને કરી સફર


PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂપિયા 12,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો..આ પહેલા પીએમ મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરી હતી..મુસાફરી દરમિયાન વડાપ્રધાન મોદીએ સાથે પણ વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતાં.

PM મોદીએ ન્યૂ અશોક નગરમાં સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધી 13 કિલોમીટર લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. તેની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે. આ દિલ્હીની પ્રથમ ‘નમો ભારત’ કનેક્ટિવિટી હશે..જે દિલ્હી અને મેરઠ વચ્ચે મુસાફરીને સુવિધાજનક બનાવશે. આ હાઇ-સ્પીડ અને આરામદાયક મુસાફરી સુવિધાથી લાખો લોકોને લાભ થશે. આનાથી મુસાફરીનો સમય એક તૃતિયાંશ જેટલો ઘટી જશે, જેથી મુસાફરો ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણની મુસાફરી માત્ર 40 મિનિટમાં કરી શકશે.

દિલ્હીથી મેરઠની મુસાફરી 40 મિનિટમાં

નમો ભારત ટ્રેન આજે સાંજે 5 વાગ્યાથી દર 15 મિનિટના અંતરે મુસાફરો માટે ઉપલબ્ધ થશે. ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણનું ભાડું સામાન્ય કોચ માટે 150 રૂપિયા અને પ્રીમિયમ કોચ માટે 225 રૂપિયા હશે. આ કોરિડોર ખોલવાથી, જે દિલ્હીથી મેરઠની મુસાફરીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો થશે, લગભગ 40 મિનિટમાં ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણ પહોંચવું શક્ય બનશે.

નમો ભારત પ્રોજેક્ટમાં મલ્ટી મોડલ એકીકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે. પીએમ ગતિ શક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરો માટે મુસાફરીને સરળ અને સુલભ બનાવવાનો છે. આનંદ વિહાર સ્ટેશનનું નિર્માણ તકનીકી રીતે પડકારજનક હતું, પરંતુ તે નવી તકનીક અને નવીન પદ્ધતિઓ દ્વારા સાકાર કરવામાં આવ્યું . આ સ્ટેશન પરથી મુસાફરોને મેટ્રો, ISBT અને રેલવે સ્ટેશન દ્વારા દેશના કોઈપણ ખૂણે જવાની સુવિધા મળશે.

દિલ્હી મેટ્રો ફેઝ-4નું ઉદ્ઘાટન

આ સાથે PM મોદીએ 2.8 કિલોમીટર લાંબા જનકપુરીથી કૃષ્ણા પાર્ક સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું..આ દિલ્હી મેટ્રો ફેઝ-4નો પહેલો ઓપનિંગ સેક્શન છે. 1200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી પશ્ચિમ દિલ્હીના કૃષ્ણા પાર્ક, વિકાસપુરી અને જનકપુરી જેવા વિસ્તારોને ફાયદો થશે.

રિઠાલા-કુંડલી કોરિડોર માટે શિલાન્યાસ

PM મોદીએ 26.5 કિમી લાંબા રિઠાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો, જેની કિંમત અંદાજે 6,230 કરોડ રૂપિયા છે. આ કોરિડોર રિઠાલા દિલ્હીને નાથુપુર કુંડલી, હરિયાણાથી જોડશે. તે ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને હરિયાણાના વિસ્તારો જેમ કે રોહિણી, બવાના, નરેલા અને કુંડલી સાથે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -