જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું હતું..આ અકસ્માતમાં ચાર જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ દુર્ઘટના શનિવારે બપોરે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લપસવાને કારણે સેનાની એક ટ્રક પહાડી પરથી નીચે ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર જવાનોના મોત થયા હતા. જ્યારે બેને ઈજા થઈ હતી. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ અકસ્માત બાંદીપોરાના સદરકુટ પાઈન વિસ્તારમાં થયો હતો જ્યાં સેનાની ટ્રક લપસીને ખાડામાં પડી હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અને સેનાના અન્ય જવાનો રાહત કાર્યમાં લાગી ગયા હતા. આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

