નવા વર્ષની શરૂઆતમાં જ મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી હતી.. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે DAP પર સબસિડી વધારવાની જાહેરાત કરી હતી.. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,, કેબિનેટે DAP ખાતર માટે રૂ. 3,850 કરોડ સુધીના એક વખતના વિશેષ પેકેજને મંજૂરી આપી છે.
કેબિનેટે 01.01.2025 થી 31.12.2025 સુધીના સમયગાળા માટે NBS સબસિડી ઉપર અને તેની ઉપર ડી-એમોનિયમ ફોસ્ફેટ પર એક વખતના વિશેષ પેકેજને મંજૂરી આપી છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. આ અંતર્ગત ખેડૂતોને DAPની 50 કિલોની થેલી 1,350 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેબિનેટે PM પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. 2021-22થી 2025-26 સુધી યોજના પર કુલ 69,515.71 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
તો આ તરફ ભાજપના પ્રવકતા હિતેન્દ્ર પટેલે કેન્દ્રીય કેબિનેટના ખાતર અંગે સબસિડી નિણર્યને આવકાર્યો હતો…તેઓએ કહ્યું કે,,,,
DAP ખાતર હવે રાજ્યમાં 1350 રૂ પ્રતિ બેગ મળશે.
મોદી સરકારે 2014 થી 2024 સુધી 12.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતાં.. જયારે UPA સરકારમાં 2004 થી 2014 સુધી 5.5 લાખ કરોડ ફાળવ્યા હતા..
69,515 કરોડનો ખર્ચે પાક વીમા યોજના માટે આવનારા બે વર્ષ માટે પણ ફાળવવામાં આવ્યો હતો.

