24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા, જેને યમનમાં મળી મોતની સજા? આખરે શું છે તેનો ગુનો?


કેરળની રહેવાસી નર્સ નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવવામાં આવી હતી..આ વચ્ચે બ્લડ મની શબ્દની પણ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ છે કે, શું Ptsd મની થકી નિમિષાનો જીવ બચાવી શકાશે ખરો નિમિષા પર એક શખ્સની હત્યાનો આરોપ છે.

કેરળની રહેવાસી નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. આ મામલે યમનની સુપ્રીમ કોર્ટમાં નિમિષાએ અરજી દાખલ કરી હતી…જેને યમનની સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટથી અરજી રદ થયા બાદ યમનના રાષ્ટ્રપતિને આના પર નિર્ણય લેવાનો છે.

જોકે,પોતાની દીકરીના બચાવ માટે નિમિષાની માતા દ્વારા દિલ્હી-હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સાથે જ નિમિષાની માતાએ પોતાની યમન યાત્રાને લઈને અનુમતિ પણ માગી છે. જેથી તે બ્લડ મની મારફત પીડિત પરિવારને ભરપાઈ કરી શકે અને પોતાની દીકરીનો જીવ પણ બચાવી શકે.

નિમિષા પ્રિયા કોણ છે?

કેરળની રહેવાસી નિમિષા નર્સ છે..જેને યમનમાં પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. માહિતી મુજબ, તેની દોસ્તી યમનના એક શખસ સાથે થઈ જેનું નામ હતું આબ્દો મહદી. મહદીએ તેને ક્લિનિક ખોલવાની મદદ માટેનું વચન આપ્યું હતું. એ દાવો કરવામાં આવે છે કે, મહદીએ એ વચન ના નિભાવ્યું, છતાં નિમિષાએ યમનમાં પોતાનું ક્લિનિક ખોલ્યું. જાણકારી મુજબ, તે પછી મહદી નિમિષાને હેરાન કરવા લાગ્યો અને તેને પોતાની બીજી પત્ની કહેવા લાગ્યો. તે વારંવાર નિમિષા પાસેથી પૈસા માંગતો હતો..

જેને લઈને નિમિષાએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી..જેને લઈને થોડા દિવસો માટે મહદીને જેલમાં રહેવું પડ્યું હતું.. ત્યારબાદ જ્યારે મહદી જેલમાંથી પાછો આવ્યો તો એને નિમિષાનો પાસપોર્ટ પોતાના કબ્જામાં કરી લીધો હતો

સંપૂર્ણ ઘટના શું છે?

માહિતી મુજબ, પાસપોર્ટ મહદી પાસેથી પાછો મેળવવા માટે નિમિષાએ તેને બેહોશીનું ઈન્જેકશન આપ્યું હતું.પણ બેહોશીના ઇન્જેક્શનનો ડોઝ ઓવર ડોઝમાં બદલાઈ ગયો હતો..જેથી મહદીનું મૃત્યુ નીપજ્યું હતું..ત્યારબાદ નિમિષાએ પોતાની કલીગ હનાન સાથે મળીને મહદીના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેના શરીરને પાણીના ટેન્કમાં ફેંકી દીધા હતાં..જણાવાનું કે હનાન યમની નાગરિક છે. આ બાબત પર નિમિષાને વર્ષ ૨૦૧૮માં ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે હનાનને આજીવન કેદ થઇ હતી. નિમિષાને એક ૮ વર્ષનો પુત્ર પણ છે. નિમિષા વર્ષ ૨૦૧૮થી જ યમનની સેનામાં કામ કરી રહી છે.

ગુરુવારે કેન્દ્ર સરકારના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું કે, હાલમાં જાહેર કરેલા નોટીફીકેશન મુજબ ભારતીયોની યમન યાત્રા પર લાગેલ પ્રતિબંધ પર પણ છૂટ મળી શકે છે. પણ તેના માટે ખાસ બાબત અને સમયની પણ પાબંધી હોવી જોઈએ. આ પહેલા પણ નિમિષાની માતા દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, તેમની દીકરીને બચાવવા માટેનો એક ઉપાય છે કે, મૃતકના પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ. તેના માટે તેઓએ યમન જવું પડશે. પણ ભારતીયોની યમન યાત્રા પર પ્રતિબંધ હોવાના કારણે તે એવું કરી શકતા નથી.

શું છે બ્લડ મની?

અરબ દેશ સહિત યમનમાં એક વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે જેને બ્લડ મની કહે છે. ખરેખર આ શબ્દનો અર્થ એ પૈસાથી છે જે મૃતકના પરિવારને આપવામાં આવે છે, જેથી ગુનેગારનો જીવ બચાવી શકાય છે. એક રીતે આ એ રકમ છે જે મૃતકના પરિવારને નુકશાનીના ભરપાયીરૂપે આપવામાં આવે છે. જો મૃતકનો પરિવાર ઈચ્છે તો હત્યારાઓ સાથે સમજુતી કરી થોડા પૈસા લઈને તેમને માફી આપી શકે છે. એવી પણ ખબર મળી છે કે, મહદીના પરિવારના લોકોએ નીમીષાના પરિવાર પાસેથી બ્લડ મની રૂપે 5 કરોડ યમનની રીયાલની માંગ કરી છે. ભારતીય મુદ્રા મુજબ આ કિંમત 1.52 કરોડ રૂપિયા થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -