દુબઈમાં મોહમ્મદ શમી સાથે ઈલુ ઈલુ કરી રહી છે સાનિયા મિર્ઝા? જાણો વાયરલ તસ્વીરોનુ સત્ય શું?
સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટો સામે આવ્યા બાદ બન્ને દુબઈમાં રોમાન્સ કરી રહ્યાં હોવાના અહેવાલો મળ્યા હતાં.
સાનિયાનું નામ વારંવાર ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સાથે પણ જોડાઈ રહ્યું છે ત્યારે અને લોકો દાવો કરી રહ્યાં છે કે શમી અને સાનિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ દરમિયાન શમી અને સાનિયાની ચર્ચા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગરમાઈ છે. કહેવાય છે કે, બંને હાલમાં દુબઈમાં એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. ક્રિકેટ ગુરુ નામના ફેસબુક પેજ પર કેટલીક તસવીરો અપલોડ કરવામાં આવી હતી.
કેટલાક લોકો આને બેસ્ટ કપલ ગણાવી રહ્યાં છે..તો બીજી તરફ હકીકત તપાસ્યા બાદ મામલો અલગ હોવાનું પણ જાણવા મળ્યું છે. સાનિયા અને શમી એકસાથે નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ડીપ ફેક ફોટા બનાવીને શેર કરવામાં આવ્યા છે.
સાનિયા મિર્ઝા તેના પ્રોફેશનલ કામમાં વ્યસ્ત છે. સાનિયા મિર્ઝા અબુ ધાબીમાં વર્લ્ડ ટેનિસ લીગ દરમિયાન પ્રસારણમાં વ્યસ્ત છે. શમી અને તેની સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તેના નકલી ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે અને આ એક ક્રાઈમ છે.
બીજી તરફ મોહમ્મદ શમી ઈજામાંથી બહાર આવ્યો હતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળ્યો હતો.

