24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

પાકિસ્તાન એરસ્ટ્રાઈક: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા; મૃત્યુઆંક વધવાની ભીતિ


અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા આ હુમલો 24 ડિસેમ્બરની રાત્રે થયો હતો, જેમાં સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં અસરગ્રસ્ત ગામોમાં લમણ ગામ પણ સામેલ છે જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો પાકિસ્તાની જેટ દ્વારા કરવામાં આવ્યો હતો.

જો કે પાકિસ્તાને આ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ હુમલો અફઘાનિસ્તાનમાં તાલિબાનના અડ્ડા પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાની પણ આશંકા છે.

 બરમલ ગામમાં ભારે તારાજી

મળતી માહિતી મુજબ, આ હુમલાથી બર્મલના મુર્ગ બજાર ગામમાં ભારે વિનાશ થયો છે, જેના કારણે માનવીય સંકટ વધુ વધી ગયું છે. આ મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે અને વિસ્તારમાં નુકસાન થયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

 તાલિબાન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન

આ મામલે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની સખત નિંદા કરી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું તેમનો કાયદેસરનો અધિકાર છે. આ સાથે મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં વજીરિસ્તાનના શરણાર્થીઓ પણ માર્યા ગયા છે.

આરોપ-પ્રત્યારોપ

હવે હુમલાના કારણની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હુમલો થયો છે. ખાસ કરીને પાકિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓની હાજરીને લઈને. આ મામલામાં પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન આ આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે, જ્યારે અફઘાન તાલિબાન આ આરોપને નકારે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -