ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ.. બેડમિન્ટન ખેલાડીએ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતાં..તેમણે બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે સાત ફેરા લીધા છે.પીવી સિંધુના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
પીવી સિંધુ અને વેંકટના લગ્નનો પ્રથમ ફોટો પણ સામે આવ્યો. જેમાં બંન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ચાહકોએ બંન્નેને લગ્નની શુભકામના પાઠવી હતી. બંન્ને રીતિ રિવાજથી લગ્ન બંધનમાં બંધાયા છે.આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે હાજરી આપી હતી.તેઓએ બંનેના લગ્નના ફોટો શેર કર્યા હતાં. નવપરિણીત યુગલના લગ્નનો ફોટો શેર કરતા કેપ્શન પણ આપ્યું છે.
પીવી સિંધુ લગ્નના ફોટોમાં ગોલ્ડન ક્રીમ કલરની સાડી પહેરી છે. આ સાથે હેવી જ્વેલરી પણ પહેરી છે. લગ્નના એક દિવસ બાદ પણ બેડમિન્ટન સ્ટારે હજુ ફોટો પોસ્ટ કર્યો નથી. ચાહકો આ ક્યુટ કપલના ફોટોની રાહ જોઈ રહ્યા છે.
હવે આ કપલ 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.
29 વર્ષીય પીવી સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. 5 જુલાઈ, 1995ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંધુનું આખું નામ પુસર્લા વેંકટ સિંધુ છે. ઓલિમ્પિકમાં સિંધુ એક માત્ર બેડમિન્ટન ખેલાડી છે. જેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા હતો.

