23 C
Ahmedabad
Thursday, March 5, 2026

ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી, એક ક્રિકેટર તરીકે મારામાં દમ બાકી છે:અશ્વિન


ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. આ પ્રવાસમાં તેને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. એડિલેડ બાદ તે ગાબા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી.જયારે ODI માં આર અશ્વિને 156 વિકેટ લીધી હતી.તો T20Iમાં 72 વિકેટ લીધી હતી. ઈન્ટરનેશનલ કારકિર્દીમાં કુલ 765 વિકેટ ઝડપી છે. અશ્વિને બેટ્સમેન તરીકે પણ પોતાની છાપ છોડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3,503 રન છે..તેણે કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે.

બ્રિસ્બેન ટેસ્ટના અંતમાં રોહિત શર્માની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા અશ્વિને કહ્યું કે, ‘ઈન્ટરનેશનલ લેવલ પર એક ભારતીય ક્રિકેટર તરીકે આ મારી અંતિમ મેચ છે. મને લાગે છે કે એક ક્રિકેટર તરીકે મારામાં હજુ પણ દમ બાકી છે, પરંતુ હું તેને ઉજાગર કરવા માગીશ… ક્રિકેટથી જોડાયેલા ક્લબોમાં મારું આ પ્રદર્શન જોવા મળશે, પરંતુ આ અંતિમ દિવસ છે. મેં ખુબ એન્જોય કર્યું.’


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -