ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ધરતીકંપની તીવ્રતા 4.2 છે
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.. ગુજરાતના દિયોદર, વાવ, પાટણ ,પાલનપુર, અંબાજી, મેહસાણા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો..અમદાવાદમાં વાડજ અમુક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 ની હતી.. પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નીકળ્યું હતું..કચ્છના રાપર તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો..
અગાઉ વર્ષ ૨૦૦૧ ગુજરાતમાં ૨૬ જાન્યુઆરીએ ધરતીકંપ આવ્યો હતો. ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ ભૂકંપ આવ્યો હતો. અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે હતું.આ ધરતીકંપ ૭.૭ તીવ્રતાનો હતો.આ ધરતીકંપમાં આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

