24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

મણિપુરમાં એન્કાઉન્ટર દરમિયાન CRPFએ 11 આતંકીઓને ઠાર કર્યા . આ એન્કાઉન્ટરમાં CRPFનો એક જવાન પણ ઘાયલ થયો


CRPF દ્વારા મણિપુરમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. મળતી માહિતી મુજબ જીરીબામમાં એન્કાઉન્ટર દરમિયાન CRPFએ 11 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હોવાની માહિતી પણ મળી રહી છે, જેને સારવાર માટે એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યા બાદ આ એન્કાઉન્ટર થયું હતું.

અગાઉ, છેલ્લા ત્રણ દિવસમાં મણિપુરના પહાડી અને ખીણ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ઘણા હથિયારો, દારૂગોળો અને IEDs જપ્ત કર્યા છે. શનિવારે, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે એક .303 રાઇફલ, બે 9 એમએમ પિસ્તોલ, છ 12 સિંગલ બેરલ રાઇફલ, એક .22 રાઇફલ, દારૂગોળો અને અન્ય યુદ્ધ સંબંધિત વસ્તુઓ જપ્ત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -