38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કેનેડામાં ભારતીય છોકરીના મોતએ લોકોને ધ્રુજાવ્યા.બેકરીના ઓવનની અંદર ધધકતા શરીરના અંગ મળ્યા


કેનેડામાં 19 વર્ષિય ગુરસિમરનની સળગેલી હાલતમાં સુપરસ્ટોર વોલમાર્ટના વોક-ઇન ઓવનની અંદરથી લાશ મળી હતી..પોલીસ તપાસમાં ગુરસિમરન કૌરના સળગેલી હાલતમાં અવશેષ શનિવારે સાંજે પૂર્વી કેનેડામાં નોવા સ્કોટિયાના હેલિફેક્સમાં વોલમાર્ટ બેકરી વિભાગમાં એક ઓવનની અંદરથી મળ્યા હતાં.આ દર્દનાક ઘટનાની ઘણી ચર્ચા છે. ગુરસિમરન તેની માતા સાથે જ વોલમાર્ટમાં કામ કરી રહી હતી.

સુપરસ્ટોરમાં મોડે સુધી તેને ન જોયા બાદ માતાએ તેને શોધવાનું શરૂ કર્યું અને કર્મચારીઓને પૂછ્યું. કર્મચારીઓને લાગ્યું કે ગુરસિમરન કદાચ સુપરસ્ટોરના કોઈ ભાગમાં કામ કરી રહી છે. માતાએ પુત્રીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન કનેક્ટ થઈ શક્યો નહિ, જ્યારે ગુરસિમરનનો ફોન કનેક્ટ થયો નહિ ત્યારે માતા ઓનસાઇટ એડમિનિસ્ટ્રેટર પાસે પહોંચી હતી.. જોકે કલાકો પછી તેના સળગેલા અવશેષો વોક-ઇન ઓવનમાંથી મળી આવ્યા હતાં..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -