37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બનાસકાંઠા : જડિયા વિવેકાનંદ વિદ્યાલય ખાતે અરવિંદભાઈ ડાભીનો વિદાય સમાંરભ યોજાયો


બનાસકાંઠાના ધાનેરા તાલુકાની જડિયા વિવેકાનંદ વિદ્યાલય ખાતે અરવિંદભાઈ ડાભીનો વિદાય સમાંરભ યોજાયો હતો.

સરહદી વિસ્તારમાં શિક્ષણની પરબ સમાન અને અનેક વિદ્યાર્થીઓની ઉજળી કારકિર્દી બનાવવા માટે જડિયા વિવેકાનંદ વિદ્યાલય મહત્ત્વની ભૂમિકા રહી છે. તાજેતરમાં જડિયા વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે છેલ્લા બત્રીસ વર્ષ કરતા પણ વધુ શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનાર અરવિંદભાઈ ડાભીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડ્યા હતા.

અરવિંદભાઈ ડાભી છેલ્લા 32 વર્ષ કરતા પણ વધુ સમય વિવેકાનંદ વિદ્યાલય, જડિયા ખાતે શિક્ષક તરીકે સેવા આપી હતી. તેઓએ અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું હતું. શિક્ષણની સાથે -સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સદાચારી જીવનના ગુણો વિદ્યાર્થીઓમાં કેળવાય તેના પણ હિમાયતી રહ્યા હતા. પોતાની અલગ કામ કરવાની શૌલીના લીધે વિદ્યાર્થીઓમાં અને સરહદી વિસ્તારમાં પોતાની નવી ઓળખ ઉભી કરી હતી.

અરવિંદભાઈ ડાભીને વિદાય આપવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહીત જડીયા ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -