રવિવારે રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સીઆરપીએફ સ્કૂલની દિવાલમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા પણ દેખાતા હતા. ડીસીપીએ કહ્યું કે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.
ડીસીપીએ કહ્યું કે બ્લાસ્ટનું કારણ જાણવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને તેનો સ્ત્રોત કયો છે. ડીસીપીએ કહ્યું કે માત્ર નિષ્ણાત ટીમ જ પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી શકશે. ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ સેલનો સ્પેશિયલ સ્ટાફ ઘટનાસ્થળે જઈ રહ્યો છે.
સવારે 7:50 વાગ્યે આ ઘટના અંગેની માહિતી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક બે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. જો કે, આગ કે દિવાલને નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ટીમો સતત વિસ્તારમાં સર્ચ કરી રહી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે સવારે 7:47 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે માહિતી આપી હતી કે સીઆરપીએફ સ્કૂલ સેક્ટર-14 રોહિણી પાસે ખૂબ જ અવાજ સાથે વિસ્ફોટ થયો છે. SHO/PV અને સ્ટાફ તે સ્થળે પહોંચ્યા જ્યાં શાળાની દિવાલને નુકસાન થયું હતું અને દુર્ગંધ આવી રહી હતી. આજુબાજુની દુકાનના કાચ અને દુકાન પાસે પાર્ક કરેલી કારને નુકસાન પહોંચ્યું હતું. કોઈને ઈજા થઈ નથી.
ક્રાઈમ ટીમ, FSL ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ક્રાઈમ સીનને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર છે. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

