38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બનાસકાંઠા : સાયબર ક્રાઇમ એક્સપર્ટ ટીમ,બનાસકાંઠાં,પ્રસંશનીય કામગીરી બદલ સન્માન કરાયું


બનાસકાંઠા જીલ્લામાં જુન-૨૦૨૧ થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ હોઇ સાયબર ક્રાઇમ ટીમના એક્સપર્ટ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરીને બિરદાવવા બનાસકાંઠા સાયબર વોલેન્ટિયર ગૃપ દ્વારા સાયબર ક્રાઇમ ટીમના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં..

જેમાં સાયબર ક્રાઇમ ટીમના PI વી.એમ.ચૌધરી, ત્તકાલિન PI એસ.કે.પરમાર,, વાયરલેસ PSI શ્રી વી.બી.મકવાણા,, ASI હબીબભાઇ જે.સુણેસરા (૫) હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ એસ. લુવા,, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ડી.પરમાર,, મહિલા પો.કોન્સ. શિલ્પાબેન જે.રાણા,, મહિલા પો.કોન્સ. હેતલબેન ડી.મુડેઠીયા, ટેકનિકલ ઓપરેટર જીજ્ઞેશકુમાર એ.બારોટ નાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં

જેમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ એસ.લુવા નાઓ દ્વારા બનાસકાંઠા જીલ્લાની કોલેજો, હાઇસ્કુલ, ITI તથા પોલીટેકનિક જેવી શૈક્ષણિક સંકુલો ખાતે જઇને આજદિન સુધીમાં કુલ – 175 સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારોનું આયોજન કરીને સાયબર ફ્રોડના બનાવો બાબતે લોકજાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કર્યુ છે..સાથોસાથ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ડી. પરમાર દ્વારા જીલ્લાના સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત રિફંડ કરાવીની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે.. તેમજ સાયબર ક્રાઇમ ટીમના અન્ય કર્મચારીઓ દ્વારા પણ ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે.

તમામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓનું સન્માન માન.શ્રી અક્ષય રાજ (IPS) પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર નાઓની ઉપસ્થિતીમાં સાયબર વોલેન્ટિયર ગૃપના વિનોદભાઇ સી.ચૌધરી, કુ.નંદીની એસ.પટેલ, હિમાંશુ એમ.પરમાર, બળવંતભાઇ એચ.ઠાકોર તથા સુંડાજી જે.ઠાકોર દ્વારા આયોજન કરીને એસ.પી. કચેરી, જોરાવર પેલેસ ખાતે તમામ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું

ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની સાયબર ટીમે 175 શાળા કોલેજો તેમજ અન્ય જગ્યાએ સેમિનાર યોજીને જાગૃતિ અભિયાન છેડ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -