ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સુધારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવે તેવી કેટલાંક શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોર્ડ દ્વારા શાળાના શિક્ષકોને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે..વર્ષ 2022માં શિક્ષકોને ધોરણ 10 અને 12ના પેપર તપાસ્યા હતા તેને લઈને વર્ષ 2023માં શાળામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક નોટીસ આપવામાં આવી હતી..જેમાં શિક્ષકોને દંડ ફટકાર્યો છે તેનો ઉલ્લ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં દંડ શિક્ષકો દ્વારા ભરી દેવામાં આવ્યો હૉવા છતાં ઉપલા અધિકારી દ્વારા શિક્ષકોને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનું શિક્ષકો કહી રહ્યાં છે…આ અંગે સોની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પી. કે.ચૌધરીએ વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા શિક્ષકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે શિક્ષકોને બોર્ડ દ્વારા દંડ ફટકાર આવ્યો હતો તે ભરી દીધો હોવા છતાં પણ હેરાન કરવામાં આવી રહ્યા છે..અને શાળામાં પણ અવાર નવાર ફોન કરીને ફરીથી પૈસા માંગી રહ્યા છે. તેના લીધે અમે લોકો માનસિક રીતે હેરાન થઈ ગયા છે.
વધુમાં પી.કે.ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે 2022માં શિક્ષકોએ ધોરણ 10 અને 12ના પેપર તપાસવામાં આવ્યા હતા અને તેને લઈને કેટલાક શિક્ષકોને દંડ ફટકારવા આવ્યો હતો અને જેવી સ્કૂલમાં નોટીસ આવી તે સમયે અમે દંડ ભરી દીધો હતો.ત્યારબાદ સમય પસાર થતા 2023માં દંડ ભર્યો નથી તેની નોટીસ આપવામાં આવી હતી.શાળામાં વારેઘડીએ ફોન કરવામાં આવે છે અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બોર્ડ પોતાની ભૂલ નહીં સુધારે તો આવનારા સમયમાં દંડ ભરનારા શિક્ષકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

