38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન,બુધવારે હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ


દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું..તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.આ અગાઉ ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. રતન ટાટાએ માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.

કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ સમાચારોને અફવા ગણાવતા રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે,આ દાવાઓ પાયાવિહોણા છે. ઉંમર સંબંધિત બિમારીઓને કારણે હાલમાં હું મેડિકલ ચેકઅપ કરાવી રહ્યો છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું બરોબર છું.

પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનીત

રતન ટાટા, તેમના નમ્ર વર્તન માટે જાણીતા હતાં..હાલમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ હતાં..જેમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તેમજ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. રતન ટાટાએ ભારતીય વ્યાપાર જગતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા હતો..તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

રતન ટાટાનો જન્મ 28 સપ્ટેમ્બર 1937ના દિવસે થયો હતો. તેઓને અબજોપતિ હોવા ઉપરાંત એક દયાળુ, સરળ અને ઉમદા વ્યક્તિ તરીકે પણ જોવામાં આવે છે. તેની સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે દર્શાવે છે કે તેણે ઘણા લોકોની મદદ કરી હતી. તેમજ દેશની પ્રગતિમાં રતન ટાટાના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જે પછી તેમની તબિયત ગંભીર હોવાની અફવા ઉડતાં ખુદ રતન ટાટાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે,, તેઓ સારી હાલતમાં છે.. પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે તેમની હાલત ગંભીર થયા બાદ નિધન થયું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -