વિદેશમાં વસતા ગુજરાતી યુવકો પર જાણે ગ્રહણ લાગ્યું છે.છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગોરા ગામના 28 વર્ષીય આશાસ્પદ યુવકનું લંડનમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.. પ્રાપ્ત માહિતી અનુસાર,ગોરા ગામના વતની 28વર્ષીય જયેશકુમાર કનુભાઈ પટેલ (ચૌધરી) નું 7 ઓક્ટોબરે લંડનમાં રાત્રે 11 વાગ્યે ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું હતું.. જયેશ ચૌધરીને હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જયેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું તારણ બહાર આવ્યું હતું.

જયેશ ચૌધરી લંડનના હેરો શહેરમાં રહેતા હતા.જ્યારે કોલીન્ડેલ શહેરના અડવર્ડ રોડ પર આવેલા પુક્કા પીઝા સેન્ટરમાં કામ કરતા હતા.જયેશ ચૌધરી છેલ્લા દોઢ વર્ષથી અભ્યાસ તેમજ ધંધાર્થે લંડન ગયા હતા

પોતાના વ્હાલા સોયા પુત્રના મોતના સમાચાર મળતા જ ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.સાથે જ વિદેશ માં રહેતા મિત્રો,,સમગ્ર ગોરા ગામ તેમજ અખિલ આંજણા 42 ગોળ ચૌધરી સમાજમાં ગેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી..

