32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : રખિયાલ પોસ્ટ ઓફિસમાં કર્મચારી ઉપરી અધિકારીના લાઈવ સેશનમાં વ્યસ્ત,ખાતાધારકો પરેશાન


રખિયાલ પોસ્ટ ઓફિસમાં ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહે છે..

રખિયાલની પોસ્ટ ઓફિસે શનિવારે કામના સમય દરમિયાન ઉપરી અધિકારી ઇન્સ્પેક્ટરના લાઈવ સેશનમાં તમામ કર્મચારી વ્યસ્ત બની ગયા ગયા હતાં..જેના કારણે પૈસા ઉપાડવા આવેલા ખાતેદારોએ લાંબા સમય સુધી કર્મચારીના મોં સામે જોઈને ઉભા રહેવું પડ્યું હતું..ગ્રાહકોને સમયસર પૈસા ન મળતા લાલ ગુમ થઈ ગયા હતા..કેટલાક ખાતેદારોને તો લાઈવ સેશન ચાલતું હોવાથી આજે પૈસા નહિ મળે તેવું કહીને પરત મોકલી દેવામાં આવ્યા હતા..કેટલાક ગ્રાહકો અને કર્મચારી વચ્ચે ઝીભાજોડી પણ થઈ હતી.

oppo_2

રખિયાલ ગામમાંથી સવારે 10 વાગે પોસ્ટ ઓફિસે પૈસા જમા કરાવવા આવેલા કલ્પેશ પટેલે કહ્યું કે, મારે પોસ્ટ ઓફિસે આવ્યાને એક કલાક જેટલો સમય થઈ ગયો છે..પણ હજુ લાઈવ સેશનના કારણે મારા પૈસા હું જમા કરાવી શક્યો નથી..પોસ્ટ ઓફિસના અન્ય એક ખાતેદાર રાજુભાઈ વરુભાઈ પટેલે કહ્યું કે,,હું હાર્ટનો દર્દી છું..આજે મારે લેબોરેટરી કરાવવાની હોવાથી પૈસાની તાત્કાલિક જરૂર છે.. મારે બ્લડ રિપોર્ટ માટે પૈસાની તાત્કાલિક જરૂર છે.બ્લડ રિપોર્ટ લઈને મારે દહેગામ કે.એન.કોઠારીને દવાખાને બતાવવા જવાનું છે…હું પૈસા લેવા ક્યારનો લાઈનમાં ઉભો રહ્યો છું પણ કોઈ મગનું નામ મળી પાડતું નથી.મારે ઉતાવળ છે પરંતુ કોઈ સાંભળતું નથી..બધા લાઈવમાં વ્યસ્ત છે.. રાજુભાઈએ વધુમાં કહ્યું કે,હું અગાઉ પણ પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા માટે આવ્યો ત્યારે ચાલુ કામના સમયે ઉપરી અધિકારીએ અહીં આવીને કર્મચારીની મિટિંગ બોલાવી હતી.ત્યારે પણ પૈસા લેવા માટે ખુબ જ વિલંબ થયો હતો..

રખિયાલ પોસ્ટ ઓફિસે ઘણીવાર એજન્ટો પણ પોતાનું રીકરીંગ એક સાથે લઈને આવતા હોવાથી ગ્રાહકોને બે-બે કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે..જેથી એજન્ટોને અન્ય સમયે બોલાવવાની માગ ઉઠી છે..ઘણીવાર પૈસા માટે લાંબા સમય લાઈનમાં ઊભા રહ્યા બાદ જો સર્વર ડાઉન થઈ જાય કે કઈ ટેક્નિકલ ખામી સર્જાય તો પૈસા લીધા વગર ગ્રાહકોએ વિલે મોઢે પરત ફરવું પડે છે.. રખિયાલની પોસ્ટ ઓફિસમાં દિન પ્રતિદિન કામગીરીમાં ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. રખિયાલની પોસ્ટ ઓફિસમાં સારી કહી શકાય એવી બેસવાની પણ વ્યવસ્થા નથી માંડ એક બાકડો મૂક્યો છે એમાં પણ બે ત્રણ લોકો જ બેસી શકે એવી વ્યવસ્થા છે..રખિયાલ પોસ્ટ ઓફિસના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અત્યારે કામના સમયે ઉપરી અધિકારી દ્વારા લેવાતા લેક્ચરથી અમે પણ ખુબ જ પરેશાન છીએ.આ લેક્ચર અન્ય ટાઈમે પણ લઈ શકાય એવું છે. પણ અમારું કોઈ સાંભળતું નથી..હાલમાં રખિયાલ સહિત આજુબાજુના પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલા નાગરિકો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -