32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

નક્સલવાદીઓ વિરુદ્ધ દેશનું સૌથી મોટું ઓપરેશન, 40 માઓવાદી માર્યા ગયાના સમાચાર


છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 40 નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.

24 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા

24 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા..રાત્રિ હોવાને કારણે પોલીસએ સ્પષ્ટતા કરી શકી નથી કે આ એન્કાઉન્ટરમાં કેટલા નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 40થી વધુ વધી શકે છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો આ એન્કાઉન્ટરમાં લગભગ 40 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

બધા સૈનિકો સુરક્ષિત

જ્યારે સૈનિકો જ્યાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળી હતી ત્યાં પહોંચ્યા ત્યારે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી..જવાબી કાર્યવાહીમાં 40 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે,,એન્કાઉન્ટરમાં તમામ જવાનો સુરક્ષિત હોવાની માહિતી મળી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -