37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોતની આશંકા; દોઢ મહિનામાં આવી બીજી ઘટના


મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના બાવધન પાસે હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. પિંપરી ચિંચવડ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતની આશંકા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,, અકસ્માત ધુમ્મસ અથવા ટેકનિકલ ખામીને કારણે થયો હોઈ શકે છે. આ પહેલા 24 ઓગસ્ટના દિવસે પુણે જિલ્લાના પૌડ ગામમાં હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો.

પિંપરી ચિંચવડ પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 6.45 વાગ્યે બાવધન વિસ્તારના પહાડી વિસ્તારમાં બની હતી. હિંજેવાડી પોલીસ સ્ટેશનના ઓફિસરે કહ્યું કે, પુણે જિલ્લાના બાવધન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે.પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ લોકોના મોતની આશંકા છે. આ હેલિકોપ્ટર કોનું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી કારણ કે તેમાં આગ લાગી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -