દાંતીવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 નાં વિદ્યાર્થીઓને માર મારવાનાં મામલે આજે મંગળવારે સાંજે શાળા ખુદ બાળકો સંયમ રીતે શાળા છૂટયા બાદ દાંતીવાડા ગામ ખાતે રેલી સ્વરૂપે ગામમાં ફરી બેનરો તેમજ પોસ્ટર મારફતે શાળાના શિક્ષક અશોકભાઈની બદલી નાં કરવાની માંગ ખુદ શાળાના બાળકો કરી રહ્યા છે.

છેલ્લા બે દિવસ થી અનેક પ્રકારની અટકળો વચ્ચે આજે શાળાના ખુદ બાળકો શાળાનાં શિક્ષક અશોકભાઈનાં વ્હારે આવ્યા છે. તેવા અનેક વિડિયો શાળા છૂટયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં શાળાના શિક્ષક દ્વારા બાળકોને માર મારવાની વાતને લઈ તાલુકા તેમજ જિલ્લાનાં તંત્ર દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરી દોષિત સામે પગલાં ભરવા તેવું કેટલાક તાલુકાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

એક તરફી ચાલતી વાતોને ધ્યાને રાખી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી નિર્ણયનાં તેવી પણ માંગ ઉઠવા પામી છે. જોકે હાલમાં તો આ વીડિયોને લઇ અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું છે.આ બાબતે શાળાના ખુદ બાળકો દ્વારા રેલી કાઢી શાળાના શિક્ષક અશોકભાઈ ની બદલીનાં કરવાની પોસ્ટર દ્વારા રેલી કાઢી માંગ કરવામાં આવી હતી. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થઈ ચૂક્યા છે જેમાં શાળાનાં વિધાર્થિનીઓ પોતાની આગવી શૈલીમાં જણાવી રહ્યા છે કે છે કે નાની બાબતે ને કેટલું મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અમો તમામ વિદ્યાર્થીઓ સાહેબનાં સાથે જ છીએ સાહેબની બદલી ‘તો નાં જ થવી જોવે ‘ તેવી પણ વાત વીડિયોમાં કરવામાં આવી રહી છે. નારા દ્વારા વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે સચ્ચાઈની જીત થશે બુરાઈ ની હાર હવે જોવું રહ્યું તંત્ર શું તપાસ કરી આગળના પગલાં ભારે છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અગાઉ અશોક ચૌધરીને દાંતીવાડા તાલુકામાં ધોરણ -8 માં અક્ષર સુધારણા પ્રોગ્રામ અંતર્ગત 75 બાળકોના મરોડદાર અક્ષર કરવામાં 100% સફળતા મળતા દાંતીવાડા શિક્ષણ વિભાગ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા અશોક ચૌધરી દ્વારા તૈયાર કરાયેલા વિદ્યાર્થીઓ પૈકી ચાર વિદ્યાર્થીઓ અગાઉ યોજાયેલ NMMSની પરીક્ષા પાસ થયા હતા..

