37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે રૂપિયા 600 કરોડની કરી જાહેરાત


કેન્દ્ર સરકારે પૂરઅસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યોને રૂપિયા 675 કરોડની સહાયને મંજૂરી આપી છે. જેમાં મણિપુરને 50 કરોડ, ત્રિપુરાને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી હતી..

આ વર્ષ દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર રાજ્યો પ્રભાવિત થયા હતા. આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં આંતર-મંત્રાલયીય કેન્દ્રીય ટીમો આઈએમસીટીની નિયુક્તિ કરવામાં આવી છે,

આ વર્ષે કેન્દ્ર સરકારે SDRFમાંથી 21 રાજ્યોને રૂપિયા 9,044.80 કરોડ NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4,528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ તરફથી 11 રાજ્યોને 1,385.45 કરોડ રૂપિયાની સહાય રિલીઝ કરી હતી. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૂરી NDRF ટીમો, આર્મી ટીમો અને વાયુસેનાની મદદ સહિત તમામ લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -