ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે રહેતા હેમતાભાઈ પૂંજાભાઈ પટેલે 72 વર્ષની ઉંમરે પણ યુવકોને ટક્કર આપે તેવી તંદુરસ્તી જાળવી રાખી છે.અને એટલે જ ગ્રામજનો કહે છે હેમતાકાકા 72 વર્ષે પણ અડીખમ છે.

હેમતાભાઇએ રખિયાલથી પાવાગઢ સુધી નીકળેલા સંઘ સાથે આશરે 170 થી વધુ કિલોમીટરની યાત્રા ફક્ત ચાર દિવસમાં પૂરી કરી હતી.. હેમતાભાઇ સાથે ચાલતા કેટલાક યુવકો પણ 50 કિલોમીટર સુધી ચાલીને ઘુંટણીએ પડી ગયા હતા.. યુવકોને પણ શરમાવે તેવી રીતે હેમતાભાઇએ સતત ચાર દિવસ સુધી ચાલીને પાવાગઢ પહોંચ્યા હતા.. એટલું જ નહીં પાવાગઢની તળેટીથી માંચી સુધી પણ પગપાળા જ યાત્રા કરી હતી..ત્યારબાદ પગથિયા દ્વારા મહાકાલી માતાના દ્વારે પહોંચીને હેમતાભાઈએ માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

હેમતાભાઈ 12થી 13 કિલો વજનની ધજા પોતાના ખભે મૂકીને આશરે 8થી 10 કિલોમીટર ચાલ્યા હતાં.. આ જોઈને રસ્તામાં નીકળતા વટે મારગુપણ દંગ રહી જતા હતાં.

પાકટવયે પહોંચેલા હેમતાભાઇ દિવસ દરમિયાન પણ એટલા જ જુસ્સાથી કામ કરે છે.. તેમનો દૈનિક જીવન કોઈ ખાસ ધમધમાટ વાળું નથી. પરંતુ સરળ છે.
72 વર્ષની ઉંમરે હેમતાભાઈ નિત્યક્રમ મક્કમતાથી જાળવી રાખ્યો છે..
હેમતાભાઈ પટેલે 1976 માં B.Com નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.. તેઓએ ક્લાર્ક તરીકે મધુસુદન મિલમાં નોકરી શરૂ કરી હતી.બી.કોમનો અભ્યાસ પૂરો કર્યા પછી મધુસુધન મિલમાં જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ નિભાવી હતી..હેમતાભાઈએ પોતે ધોરણ 9માંથી શરૂ કરેલી દૂધની ડેરી આજે 55 વર્ષે પણ યથાવત છે.
હેમતાભાઈની દિનચર્યાની વાત કરીએ તો સવારે 5:00 વાગ્યે વહેલા ઉઠી જાય છે.. ત્યારબાદ સવારે 6:30 કલાકથી 9:30 વાગ્યાં સુધી દૂધની ડેરી સંભાળે છે.. હેમતાભાઇ ડેરી પરવારીને સીધા ખેતરમાં જાય છે.. ખેતરમાં પણ વધુ મહેનત લાગે તેવા પારા બાંધવા તેમજ પશુઓને ઘાસચારો નાખવો સહિતના કામ કરે છે.. બપોરે 12:00 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી હળવો આરામ કરે છે.. વળી પાછા સાંજે ચાર વાગે ખેતરમાં જાય છે. ત્યાંથી સાંજે સીધા 6:00 વાગ્યેથી રાતના નવ વાગ્યા સુધી ડેરી સંભાળે છે.. હેમતાભાઈ દરરોજ નિત્યક્રમ મુજબ રાત્રે 10 કલાકે વાગે સૂઈ જાય છે.. 72 વર્ષની ઉંમરે પહોંચેલા હેમતાભાઈએ કહ્યું કે,,,મારા જીવનમાં મેં કોઇ દિવસ ઇન્જેક્શન પણ લીધું નથી.. હાલમાં પણ તેઓ સ્વસ્થ અને નીરોગી જીવન જીવી રહ્યા છે…

હેમતાભાઈને યુવકો સાથે મિત્રતા રાખવી તેમજ હાલમા પણ સતત નવું જાણવાની ઈચ્છા ધરાવે છે.72 વર્ષની ઉંમરે પહોંચેલા હેમતાભાઈ મક્કમ મનોબળ ધરાવે છે..
13 નવેમ્બર 1953માં જન્મેલા હેમતાભાઇ પટેલ 72 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેઓ જોશ ધરાવે છે.. ખેડૂત પરિવારમાં જન્મેલા હેમતાભાઈ આજે પણ ઘરનાં તેમજ સામાજિક સહિતના કામોમાં વ્યસ્ત જોવા મળે છે..

