કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર 2025ની રેસમાં સામેલ થઈ ગઈ છે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આજે એટલે કે 23મી સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે Jio સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
‘લાપતા લેડીઝ’ 1 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.તમે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ બે ભારતીય દુલ્હનની વાર્તા પર આધારિત છે…જેમાં વિદાય પછી સાસરે જતા બંને આકસ્મિક રીતે ટ્રેનમાં બદલાઈ જાય છે….ફિલ્મની વાર્તા હૃદય સ્પર્શી છે. તે આમિર ખાન પ્રોડક્શન્સ અને કિરણ રાવના કિંડલિંગ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, છાયા કદમ, સ્પર્શ શ્રીવાસ્તવ અને અભય દુબે જેવા કલાકારો સામેલ છે. એક્ટર રવિ કિશન તેમાં પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો. મહિલા સશક્તિકરણ વિશે સમાજને જાગૃત કરવા માટેની આ ફિલ્મ છે.

